અમદાવાદમાં રોડ ઉપર ઉભેલી મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રૂંવાડા બેઠા થઈ જશે…

Published on: 5:36 pm, Sat, 25 February 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકો રખડતા ઢોરનો ભોગ બન્યા હશે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ ભાગમાં રખડતા ઢોરના કારણે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.

જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઉભેલી એક મહિલાને પાછળથી આવીને રખડતા ઢોર અડફેટેમાં લીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાનો વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો તમને જણાવી દે કે અમદાવાદ શહેરમાં થોડાક દિવસો પહેલા જ હાટકેશ્વર પાસે એક વૃદ્ધ મહિલાને રખડતા ઢોરે અડફેટેમાં લીધી હતી એના કારણે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું.

ઘટના બન્યા બાદ મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ઢોરના માલિક સામે ગુનો નોંધાવ્યો હતો. હજુ તો તે ઘટનાના ગણતરીના દિવસો જ થયા છે ત્યાં રખડતા ઢોરે વધુ એક મહિલાને અડફેટેમાં લીધી છે. જાણવા મળી રહ્યું છે કે મહિલા પોતાના ઘર તરફ જઈ રહી હતી, ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. હાલમાં આ ચોકાવનારી ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રોડ ઉપરથી કેટલાક વાહનોની અવરજવર થઈ રહી છે. ત્યારે એક મહિલા રોડના કિનારે ઉભેલી જોવા મળી રહે છે. મહિલાની આજુબાજુ બે થી ત્રણ રખડતા ઢોર ઉભેલા દેખાઈ રહ્યા છે. ત્યારે અચાનક જ તેમાંથી એક ઢોર મહિલા ઉપર પાછળથી પ્રહાર કરે છે.

મહિલાને પાછળથી શિંગડામાં ભરાવીને ઉછાળીને જમીન પર પછાડે છે. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં રોડ ઉપર ઉભેલી મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રૂંવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*