ગુજરાતના મહેસાણામાં બનેલો એક અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે. મહેસાણામાં મુસ્લિમ પરિવાર ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં મામેરુ ભર્યું છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કોમી એકતાનો આ અનોખો કિસ્સો જોવા મળી રહ્યો છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ જ વાતની ચર્ચાઓ ચાલી રહી છે.
વિગતવાર વાત કરીએ તો મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારના રોજ ચૌધરી પરિવારની દીકરીના લગ્ન હતા. ઘરે લગ્ન હતા એટલે પરિવારમાં ખુશીનો માહોલ હતો. આ દરમિયાન દીકરીના લગ્નના માંડવે કોમી એકતા દેખાઈ હતી. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે, દીકરીના લગ્નમાં જ્યારે મામેરુ ભરવાનું વારો આવ્યો ત્યારે મુસ્લિમ પરિવાર દીકરીનું મામેરુ ભર્યું હતું. મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરા પેટે 5 લાખ રૂપિયા અને ઘરેણા આપ્યા હતા. તો ચાલો જાણીએ શા માટે મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું મામેરુ ભર્યું.
વાત કરીએ તો કડી તાલુકાના ભડાસણ ગામના સૈયદ પરિવારને ચૌધરી પરિવાર સાથે વ્યવસાયિક સંબંધો અને ધરોબો હતો. બંને પરિવાર વચ્ચે ખૂબ જ સારા એવા સંબંધ હતા. એટલા માટે ચૌધરી પરિવારની દીકરીના લગ્ન હતા. ત્યારે સૈયદ પરિવારે દીકરીનું મામેરુ ભરીને સમાજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે સૈયદ પરિવાર દીકરીને મામેરામાં પાંચ લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના અને પાંચ જોડી કપડાં આપ્યા હતા. આ લગ્નમાં દુલ્હનના સગા ભાઈ 19 લાખ રૂપિયાનું મામેરુ ભર્યું હતું. મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ જ વાતની ચર્ચાઓ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment