હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ICICI બેંકના સિનિયર મેનેજરનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ બેંકના સિનિયર મેનેજર વિશ્વાસ સરદાનાનું મૃતદેહ ઘરે પહોંચ્યું હતું. મળતી માહિતી અનુસાર વિશ્વાસ પોતાની મંગેતર સાહની અને બેંકના સાથીઓ સાથે શુક્રવારના રોજ કારમાં કુલલું મનાલી જવા માટે નીકળ્યો હતો.
મળતી માહિતી અનુસાર બેંકમાં શનિ રવિ અને સોમવારની રજા હોવાના કારણે બેંકના સાથીદારોએ આ પ્રવાસનું આયોજન કર્યું હતું. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ કુલ્લુ મનાલીની બંજર ખીણમાં આવેલા પર્યટન સ્થળ જીભી ખાતે વાતાવરણ ખરાબ થઇ જવાના કારણે તેઓ ટ્રેક પૂરો ન કરી શક્યા અને અડધેથી જ પરત ફરી રહ્યા હતા.
ત્યારે અચાનક કારની બ્રેક ફેલ થઈ જવાના કારણે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 26 વર્ષીય વિશ્વાસ અને 27 વર્ષીય સલોની સહિત ચાર બેંકના કર્મચારીઓ ના મૃત્યુ થયા છે. આ અકસ્માતની ઘટના રાત્રે બની હતી.
પરંતુ બીજા દિવસે આ અકસ્માતની ઘટનાની જાણ થઈ હતી.આ ઘટના બનતા જ વિશ્વાસ અને સલોનીના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બંને ના પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી.
પરંતુ આ ઘટના બનવાના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આ ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હજુ સુધી એક વ્યક્તિનું જ મૃતદેહ મળી આવ્યો છે. વિશ્વાસ અને સલોની સાત ફેરા લે પહેલા તો દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો અને ICICI બેંકના સ્ટાફમાં માતમ છવાઇ ગયો હતો. વિશ્વાસ હરિયાણાના કરનાલ જિલ્લાના સેક્ટર 12 માં આવેલી ICICI બેંકમાં સિનિયર મેનેજર હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment