મિત્રો તમે બધા કમાભાઈને તો જરૂર ઓળખતા હશો. આજે કમાભાઈનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ થઈ ચૂક્યું છે. કમાભાઇને નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ ઓળખે છે. કમાભાઈનું નામ ફેમસ કિર્તીદાન ગઢવીના ડાયરા માંથી થયું હતું. કમાભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પંખી કોઠારીયા ગામમાં આવેલા એક સંત શ્રી વજા ભગત ના રામ રોટી આશ્રમમાં રહે છે.
ગુજરાત રાજ્યમાં કોઈ પણ કાર્યક્રમ અથવા તો ડાયરો હોય ત્યાં હવે કમાભાઈ ની હાજરી ફરજિયાત બની ગઈ છે. તમામ ડાયરાઓ અને કાર્યક્રમોમાં કમાભાઈ હાજરી આપે છે અને તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે. કમાભાઈ રાતોરાત સેલિબ્રિટી બની ગયા છે.
મિત્રો આ પહેલા પણ તમે કમાભાઈના સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. થોડાક સમય પહેલા કમાભાઈ નો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં કમાભાઈ કાળો શૂટ અને કાળા ચશ્મા પહેરીને કાળા કલરની રેન્જ રોવર કારમાં જોરદાર એન્ટ્રી કરે છે.
કમાભાઇની રોયલ એન્ટ્રી જોવા માટે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે કિર્તીદાન ગઢવીના એક ડાયરામાં કમાભાઈ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નકલ કરી છે. આ ડાયરામાં સ્ટેજ પર હાજર કિર્તીદાન ગઢવી કમાભાઈ ને માઇક આપે છે.
ત્યારે કમાભાઈ પોતાના સ્થાન પર ઉભા થઈને સૌપ્રથમ “ભારત માતાકી જય” બોલાવે છે અને ત્યારબાદ “વંદે માતરમ” બોલાવે છે. ત્યારબાદ કમાભાઈ કિર્તીદાન ગઢવી વિશે વાતો કરે છે અને થોડીક વાર પછી કમાભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં “ભાઈઓ બહેનો” બોલે છે. આ સાંભળીને ત્યાં હાજર કેટલાક લોકો ખુશ થઈ ગયા હતા.
અને કેટલાક લોકો તો કમાભાઈની સ્ટાઇલ જોઈને ખડખડાટ હસી પડ્યા હતા. કમાભાઈનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો દિવસેને દિવસે કમાભાઈ ફેમસ થઈ રહ્યા છે. આ ઉપરાંત કિર્તીદાન ગઢવીએ પોતાના ડાયરામાં જણાવ્યું હતું કે, હું તમારે મારી સાથે દુબઈ લઈ જઈશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment