અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આપણે ઘણી વખત જન્મેલા બાળકોને તરછોડી દેવાની ઘટનાઓ સાંભળી લેશે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી એક મહિલાને તેના પહેલા પતિએ ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલા પોતાના પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન મહિલાના પ્રેમી એ તેને ગર્ભવતી બનાવી દીધી હતી.
ત્યારબાદ મહિલાના પ્રેમીએ પણ મહિલાને ઘરેથી કાઢી મૂકી હતી. ગર્ભમાં રહેલા બાળકે નવ મહિના બાદ જન્મ લીધો હતો અને ત્યારબાદ મહિલાએ એક કાપડની થેલીમાં બાળકીને નાખી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં માસુમ બાળકીને અમરાઈવાડી પોલીસે પોતાના હાથમાં લીધી હતી અને સાચવીને હોસ્પિટલ મોકલી આપી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી માતાને પકડી લીધી હતી.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગરમાં એક ઘર પાસે બિનવારસી કાપડ એની થેલીમાંથી માસુમ બાળકી મળી આવી હતી. પહેલા તો થેલી ઉપર કોઈની નજર પડી ન હતી પણ થોડીક વાર બાદ અચાનક જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ લોકોએ બાળકીને શોધવાનું શરૂ કર્યું ત્યારે બધાની નજર થેલી ઉપર પડી હતી.
થેલીમાં બે દિવસની માસુમ બાળકી ડુસકા ભરી ભરીને રડતી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ 108 ની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બાળકીને ત્યાંથી દેનારી માતાની શોધ ખોળ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે છેલ્લા બે દિવસમાં હોસ્પિટલમાં જન્મેલા બાળકોની વિગતો મેળવવી હતી. આ દરમિયાન એક કડી મળી કે અમરાઈવાડીની એક ખાનગી હોસ્પિટલમાં એક માતાએ ડોક્યુમેન્ટ આપ્યા વગર બાળકીને જન્મ આપ્યો છે. ત્યારબાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસ બાળકીની માતા સુધી પહોંચી ગઈ હતી અને તેની ધરપકડ કરી લીધી હતી. બાળકીની માતાએ જણાવ્યું કે, તેના પતિ સાથે છૂટાછેડા થયા હતા ત્યારબાદ તે એકલી રહેતી હતી અને ઘર ચલાવવા માટે નજીકની એક જગ્યા પર નોકરીએ જતી હતી. ત્યાં એક વ્યક્તિ તેની સાથે કામ કરતો હતો. તે વ્યક્તિ મીઠી મીઠી વાતો કરતો હતો તે મહિલાને ખૂબ જ ગમતું હતું.
ત્યારબાદ બંને ધીમે ધીમે પ્રેમ સંબંધમાં બંધાવવા લાગ્યા અને મહિલાના પ્રેમીઓ તેને ગર્ભવતી બનાવીને છોડી દીધી હતી. નવ મહિના બાદ મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો અને દીકરીના જન્મના બે દિવસ બાદ મહિલાએ કાપડની થેલીમાં બાળકીને નાખીને એક ઘરની બહાર મૂકી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment