અમદાવાદ એસપી રિંગ રોડ પર BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. અહીં દેશ વિદેશના ખૂણે ખૂણેથી દરરોજ લાખો હરિભક્તો મુલાકાતે આવે છે. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને સફળ બનાવવા માટે દેશ-વિદેશથી ઘણા હરિભક્તો છેલ્લા ઘણા મહિનાથી પોતાનું કામકાજ મૂકીને અહીં સેવાનું કામ આપી રહ્યા છે.
આટલો જ નહીં પરંતુ કરોડો રૂપિયા કમાતા લોકો અહીં ટોયલેટ સાફ કરવાની સેવા આપી રહ્યા છે. ઘણા લોકો તો પોતાના આખા પરિવાર સાથે અહીં સેવા માટે આવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા સ્વયંસેવકની વાત કરવાના છીએ જેની વિશે જાણીને તમે પણ ચોકે ઉઠશો. આ નણંદ અને ભાભી કરોડોની સંપત્તિ હોવા છતાં પણ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મજુર તરીકે કામ કરીને એક અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
મિત્રો તમે બધા સુરતના ડાયમંડ કિંગ તરીકે ગણાતા લવજીભાઈ બાદશાહને તો જરૂર ઓળખતા હશો. લવજી બાદશાહ ની દીકરી અને વહુ બંને આ શતાબ્દી મહોત્સવમાં એક સામાન્ય માણસની જેમ સેવા આપી રહ્યા છે. 5,000 કરોડની સંપત્તિ ધરાવતા લવજીભાઈ બાદશાહની દીકરી અને વહુ કોઈ પણ પ્રકારનું ઘમંડ અથવા તો અભિમાન રાખ્યા વગર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કચરો ઉપાડવાનું, વાસણ ઉપાડવાનું કામ કરીને સેવા કરી રહ્યા છે.
લવજી બાદશાહની દીકરી અને વહુએ કોઈ પણ કામ નાનું નથી તે વાત આજે સાબિત કરી દીધી છે. મિત્રો તમને જણાવી દઈએ કે લવજી બાદશાહ ની દીકરી ગોરલ અને તેમના પરિવારની વહુ અજમેરા બંને હાલમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તગારા લઇને સેવાનું કામ કરી રહ્યા છે. સેવા કરતી વખતે ગોરલના હાથમાં ઈજા થાય છે છતાં પણ તેને પોતાની સેવા બંધ નથી કરી.
હાલમાં લવજી બાદશાહની દીકરી અને તેમની પરિવારની વહુના ચારેય બાજુ વખાણ ચાલી રહ્યા છે. મિત્રો આવા ઘણા સ્વયંસેવકો છે જેવો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે છતાં પણ અહીં આવીને સામાન્યથી સામાન્ય કામ કરીને સેવા આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે વિમલ ડેરીના માલિક જયેશ પટેલ, સિન્ટેકસના યોગેશ પટેલ, ઝાયડસના અનીશ પટેલ, અજમેરા ગ્રુપના વિમલ મહેતા, પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર અને અનેક ઉદ્યોગપતિઓ, ડોક્ટરો અને વકીલો અહીં સેવા આપી રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજએ કર્યું હતું. એક મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલવાનો છે. મળતી માહિતી અનુસાર દરરોજ અહીં લાખ લોકો મુલાકાત લે છે તેવી જાણકારી મરી રહી છે. જ્યારે શનિ રવિના દિવસે બેથી ત્રણ લાખ લોકો મુલાકાત લે તેવી જાણકારી મળી રહે છે. તમે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગયા કે નહીં કોમેન્ટ બોક્સમાં જવાબ જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment