કોરોના કેસ માં ઘટાડો અને સામાન્ય થયા હોવાની સમાચાર ની વચ્ચે 8 માર્ચ 2021 ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 44331 રૂપિયા થઈ ગયો હતો જોકે કોરોના કેસો ફરીથી વધતા સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના ના પગલે 10 ગ્રામ સોનાનો ભાવ 57,100 રૂપિયા થયો હતો અને સોનાના ભાવ કોરોના ની બીજી લહેર ને પગલે ફરી એક વખત વધી રહ્યા છે.
છેલ્લા 10 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવ માં બે હજાર રૂપિયાથી પણ વધુ નો વધારો થયો છે. કોરોના મહામારી નું વધતુ સંક્રમણ અને લગ્નની સિઝનને ધ્યાનમાં રાખતા વેપારીઓને અંદાજ મુજબ સોનાના ભાવમાં હજુ પણ વૃદ્ધિ જોવા મળશે.
સોનાનું અત્યાર સુધીનો ટોચ નો ભાવ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યો હતો. તે સમયે 10 ગ્રામ સોનાનો વાયદાનો ભાવ લગભગ 57100 રૂપિયા થઈ ગયો હતો.
યુપી ગોલ્ડ એસોસિએશનના સચિવ રામકિશોર મિશ્રાએ જણાવ્યું હતું કે, સંકટની સ્થિતિમાં રોકાણની બાબત માં લોકો સોનાને સૌથી સલામત ગણે છે.
જેમ જેમ કોરોના કેસોની સંખ્યા વધી રહી છે તેમ તેમ સોનાના ભાવ વધી રહ્યા છે.એમસીએક્સ પર એક્સચેન્જ પર 4 જૂન, 2021 ના રોજનો સોનાનો વાયદાનો ભાવ 30 માર્ચ ના રોજ 44423 રૂપિયા પ્રતિ ગ્રામ હતો.
જોકે સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારના રોજ આ સોનાના વાયદાનો ભાવ વધીને 46,593 રૂપિયા થઈ ગયો હતો. એટલે કે માત્ર 10 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવ માં 2170 રૂપિયાનો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment