ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જુનાગઢમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઘટનામાં માત્ર પાંચ વર્ષના બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે પાંચ વર્ષના બાળકને નાહવાનું ગમતું ન હતું.
જેના કારણે તે કારમાં જઈને સંતાઈ ગયું હતું. ત્યાર પછી કારનો દરવાજો લોક થઈ ગયો અને બાળક કારમાંથી બહાર નીકળી શક્યો નહીં. પછી બાળકે કલાકો સુધી કારમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેને સફળતા ન મળી અને તેનું તડપી તડપીને કારની અંદર જ મોત થઈ ગયું હતું.
વિગતવાર વાત કરીએ તો, જૂનાગઢના જીઆઇડીસી-2માં પ્લોટ નંબર 906ના પ્લાસ્ટિકના કારખાનામાં મૂળ ઉત્તર પ્રદેશના કંચનપુરાનો રવિન્દ્ર ભારતી નામનો યુવક 10 વર્ષથી અહીં નોકરી કરતો હતો. થોડાક સમય પહેલા જ રવિન્દ્ર ભારતી પોતાની પત્ની અને બે બાળકોને ઉત્તર પ્રદેશથી જુનાગઢ લાવ્યો હતો.
શુક્રવારના રોજ રવિન્દ્ર ભારતીની પત્નીએ તેના પાંચ વર્ષના બાળક આદિત્યને નાહવા જવા માટેનું કહ્યું હતું. પરંતુ દીકરા આદિત્યને ના હોવાનું ગમતું ન હતું. જેના કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઈને સંતાઈ ગયો હતો. આ દરમિયાન કારનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. પછી આદિત્યએ કારમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે નીકળી શક્યો નહીં.
ત્યાર પછી તો પરિવારના સભ્યોએ પોતાના દીકરાની શોધખો શરૂ કરી દીધી હતી. ત્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે દીકરો કારની અંદર છે. પછી કારનો ગેટ ખોલવામાં આવ્યો ત્યારે આદિત્ય અંદરથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
ત્યારબાદ તેને સૌ પ્રથમ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ માસુમ દીકરા આદિત્યનો જીવ બચી શક્યો નહીં. દીકરા નું મોત થતા જ રસ્તા ખેલતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment