જૂનાગઢમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, જૂનાગઢના વાંદરવડ ગામના ખેડૂત નાગજીભાઈ સોલંકી સેવા સહકારી મંડળી માંથી અંદાજે 5.40 લાખ રૂપિયાનો લીધું હતું.
ધિરાણની મુદત પૂર્ણ થતા ખેડૂતને રકમ પરત કરવા માટે સહકારી મંડળી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ધિરાણ નાગજીભાઈ ચૂકવી શકે તેમ ન હતા, આ કારણોસર તેમને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ખેડૂતના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, નાગજીભાઈએ વાડીમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા નાગજીભાઈના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, સહકારી મંડળીના કર્મચારીઓએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી અને લોન ચૂકવવા ભારે દબાણ પણ કરતા હતા.
વધુમાં તેમને જણાવ્યું કે, મારા ભાઈએ વાડીએ ગળાફાંસો ખાઈ લીધું હતું અને બાજુની વાડીવાળાએ અમને આ વાતની જાણ કરી હતી એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો અમારા ભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલા નાગજીભાઈ પાસેથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment