જૂનાગઢમાં એક છોકરો ખજુરભાઈની ગાડીનો પીછો કરતો હતો, ખજૂરભાઈએ ગાડી ઉભી રાખીને આ બાળકની કરી એવી મદદ કે…

મિત્રો આપ સૌ લોકો આપણા ગુજરાતના સોનુ સુદ કહેવાતા એવા ખજૂર ભાઈ ને જાણતા હશો. કે જેઓ આજે ગુજરાતમાં સેવા ને લગતું કાર્ય કરીને આગવી ઓળખ ઉભી કરી છે.અને ગુજરાતમાં મોટા મોટા કલાકારો ની કમી નથી ત્યારે આવા સમાજસેવક ની પણ કમી નથી. એમ કહી શકાય હાલ આ ખજૂર ભાઈ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચીને તેમની વેદના જાણીને તેમની સેવા કરે છે.

અને તેનાથી થાય તેટલી મદદ કરે છે. ત્યારે કહી શકાય કે ખજૂર ભાઈ ગરીબ લોકોની વેદના જાણીને તેમના આંસુ લૂછવા પહોંચી જતા હોય છે. હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે,કે જ્યાં ખજૂર ભાઈ એક નાની એવી મદદ કરીને સમાજમાં નામ બનાવ્યું છે.

આ કિસ્સામાં એક છોકરો સાયકલ લઈને તેમની ગાડી પાછળ આવતો હતો. ત્યારે ખજૂર ભાઈ ને એમ લાગતા કે આ છોકરાને મારી મુલાકાત કરવી છે અને મને મળવું છે. ત્યારે તેણે સાઈડમાં ગાડી કરી અને ત્યાં ઊભા રહ્યા. ત્યારે એ દીકરાને પોતાની પાસે બોલાવતા દીકરાએ તમામ સમસ્યા કહેવા માટે તેના ઘરે બોલાવ્યા અને કહ્યું કે ખજૂર ભાઈ તમે મારા ઘરે ક્યારે આવશો.

ત્યારે ખજૂર ભાઈ ખુબ જ દિલાસા થી કહ્યું કે હું તારા ઘરે આવીશ ત્યારે દીકરાની સ્થિતિ નબળી લાગતાં તેમણે કહ્યું કે શું થયું છે બોલ. ત્યારે દીકરાએ ખૂબ જ વેદનાથી અને પરિવારની સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી ઘરમાં માત્ર બે લોકો નોકરી કરે છે. અને તેમાંથી તેનું પરિવાર ગુજરાત ચલાવે છે. કહીએ તો દિવસના ફક્ત 200 રૂપિયા જ મળે છે.

ત્યારે આવી હૃદયસ્પર્શી વાત સાંભળીને ખજૂરભાઈ ભાવુક થઈ ગયા અને આપને જાણીને નવાઈ લાગશે કે ખજૂર ભાઈ આ દીકરાને તરત જ આઠ હજાર રૂપિયા આપ્યા, ત્યારે દીકરો તે પૈસા લેવાની ના પાડતો હતો અને પછી ખજૂર ભાઈ એ તેને પૈસા આપવાનું કારણ કહેતા જણાવ્યું કે તારે પૈસાની ખુબ જરૂર છે

ત્યારે કહી શકાય કે ખજૂર ભાઈ ના નામથી ગણાતા એવા નીતિન જાની હાલ સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જઈને ગરીબ પરિવારોને તેનાથી થાય એવી નાનકડી મદદ કરીને સેવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે સલામ છે આવા લોકોને કે જેઓ જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે, અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*