અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે જેતપુરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જયપુર શહેર ના રબારીકા ચોકડી પર આવેલા અન્ડરબ્રીજમાં ચોમાસામાં આ સમયમાં કાયમ માટે વરસાદનું પાણી ભરેલું રહે છે.
જે કારણોસર એક બાઈક ઝાલા રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને આવી રહ્યો હતો ત્યારે સામે ઘૂસી આવેલી ST બસ સાથે ટક્કર થતા. બાઇક ચાલક યુવકનું જન્મદિવસના દિવસે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડીએ રોડની બંને બાજુએ અવર-જવર માટે હાઈવે ઓથોરિટી દ્વારા અન્ડરબ્રીજ બનાવવામાં આવ્યા છે.
જેમાં બ્રિજના અવર-જવરના એક નાલામાં તો કાયમ સાડીઓના કારખાનું પાણી ભરાયેલું રહેતું હોવાના તે નાલુ વાહનચાલકો માટે બંધ રહે છે. જ્યારે બીજાના નાલામાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરેલું રહે છે.
જે કારણોસર અન્ડરબ્રીજ ચોમાસા દરમિયાન અવરજવર માટે કામ લાગતો નથી. તે માટે જો કોઈ પણ વાહન ચાલકને જેતપુર થી રાજકોટ તરફ જવું હોય તો ફરજિયાત રોંગ સાઈડમાં જવું પડે છે.
ઓથોરિટીના આ લાપરવાહીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુરૂવારના રોજ હરેશ ટોપણદાસ સોનિયા નામના એક યુવકનો જન્મદિવસ હતો ત્યારે પોતાની નવી બાઈક લઈને રાત્રે હોટલમાં જમવા જતો હતો. ત્યારે અન્ડરબ્રીજમાં પાણી ભરાયેલું હોવાના કારણે તે રોગ સાઇડમાં બાઇક ચલાવી રહ્યો હતો.
ત્યારે સામેથી અંધારા માં આવતી એસટી બસે યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ત્યાર બાદ યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર યુવકને મૃત જાહેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment