સારંગપુર ગામ પાસે ST બસ અને ટેમ્પા વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, ટેમ્પામાં સવાર 20થી પણ વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત…

Published on: 12:30 pm, Fri, 24 September 21

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વલસાડના સારંગપુર ગામ પાસેની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના સારંગપુર ગામની સીમમાં એક ST બસ અને શ્રમિકો થી ભરેલા પીકપ ટેમ્પા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં 20 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાંથી શ્રમિકોને મજૂરી કામ કરવા માટે પીકઅપ ટેમ્પામાં લાવવામાં આવી રહ્યા હતા.

ત્યારે વલસાડના સારંગપુર પાસે ઊભેલી ST બસ સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં વલસાડ જિલ્લાની 3 જેટલી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અહીં ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 20 થી પણ વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર વલસાડની GJ 18 Z 3962 નંબરની એસટી બસ આજરોજ સવારે સારંગપુર પાસે રોડની સાઈડમાં ઉભી હતી.

ત્યારે GJ 21 T 6755 નંબરના શ્રમિકોથી ભરેલા પીકપ ટેમ્પાએ સ્ટેરીંગ પર પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં ઉભેલી ST બસ આટલી ટક્કર લગાવી હતી. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત શ્રમિકોને 108 ના મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!