ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપ સરકાર હવે કરવા જઈ રહી છે આ મોટું કામ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ જમાવવા માટે કોરોનાની મહામારી માં રોજગારી ગુમાવનાર લોકોને રોજગારી આપવા નું પહેલું કાર્ય કરશે.
કોરોનાની મહામારી ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ સરકાર લોકોને રોજગારી આપશે તેવું મન બનાવી લીધું છે. રોજગારીની સમગ્ર જવાબદારી કેબિનેટ મંત્રી આર.સી ફળદુને સોપવામાં આવી છે.
કોરોનાની મહામારી સરકારની કામગીરીને કારણે ગામડાના લોકો ભારે રોષ જોવા મળી રહ્યા છે. તેવા સંજોગોમાં ગામડાના લોકોને પોતાની તરફ કરવા માટે સરકાર દ્વારા કામગીરી ચાલી રહી છે.
આ યોજનામાં સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવા માટે 4000 કરોડનું ફંડ નું વિતરણ કરવાનું આયોજન કર્યું છે.
આ રોજગારીનું સર્જન કરવા માટે વિવિધ યોજનાઓ દ્વારા લોકોને રોજગારી આપવામાં આવશે. જેમ કે વિકાસ લક્ષી કાર્ય શરૂ કરવામાં આવશે.
જેમાં કે પ્રધાનમંત્રી આવાસ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા નિશાન, સ્વચ્છ ભારત મિશન, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મનરેહા આ તમામ યોજનાઓ દ્વારા લોકોને રોજગારી આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment