રાજ્યમાં કોરોના ના કેસ ખૂબ જ વધી રહ્યા છે તેવામાં ગુજરાત રાજ્યમાં મોટેભાગના ધાર્મિક સ્થળો બંધ કરાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના કોંગ્રેસ પાર્ટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને બંધ કરાવવાની માંગ કરી. કારણ કે રાજ્યમાં મોટા ભાગના જોવાલાયક સ્થળો બંધ છે.
અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એક જ ખુલ્લું છે તે માટે કોંગ્રેસે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરાવવાની માંગ કરી. કોંગ્રેસનો દાવો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં 3000 જેટલા પ્રવાસીઓ આવે છે.
અને આના કારણે કોરોના નું સંક્રમણ પણ વધી શકે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે કોરોના ની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના.
કારણે અમે ધંધા-રોજગાર બંધ રાખીને ઘરમાં જ રહીએ છીએ. જો અહીં પ્રવાસીઓ આવતા રહેશે તો તમારા ધંધા બંધ કરવાથી કાંઈ ફરક નહી પડે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા રાજ્યમાં એવા જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો બંધ કરાવવામાં આવ્યા હતા જેમકે કષ્ટભંજન દેવનું સારંગપુર હનુમાનજી મંદિર બંધ કરવામાં આવ્યું.
અને વંદે ની તમામ ભોજનાલય અને ધર્મશાળાઓ પણ બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ તુલસી શ્યામ મંદિર, શામળાજી મંદિર જે આગામી સમયમાં કોરોના સંક્રમણ પર કાબૂ મળે તો મંદિર હશે નહીંતર બંધ રહેશે.
આ ઉપરાંત રાજ્યનું બહુચરમાતા નું મંદિર અને દ્વારકાનું મંદિર પણ સ્થિતિને કાબૂ મેળવવા માટે બંધ કરાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment