આજકાલ નદીમાં ડૂબવાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે ભાવનગરના સિહોર ની એવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કોલેજીયન એક યુવતી તળાવના કિનારે માછલીઓને ખાવાનું ખવડાવતી હતી, તે દરમિયાન યુવતીનો પગ લપસતા ગોમતેશ્વર તળાવમાં તે ડૂબવા લાગી હતી.
તેને બચાવવા માટે એક યુવકે પણ તળાવમાં છલાંગ લગાવી હતી અને તે યુવક યુવતી સાથે ડૂબી ગયો હતો. સૌપ્રથમ તળાવમાંથી યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું ત્યારબાદ શોધખોળ દરમિયાન યુવકના મૃતદેહને પણ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ યુવક અને યુવતી ભાવનગરની MJ કોલેજમાં અભ્યાસ કરતા હતા. યુવક અને યુવતી સિહોર ખાતે ગોમતેશ્વર મહાદેવના મંદિરે ફરવા ગયા હતા.
તે દરમિયાન યુવતી તળાવ પાસે માછલીઓને ખાવાનું ખવડાવતી હતી અને યુવતીનો અચાનક જ પગ લપસ્યો તો તેના કારણે તે તળાવમાં પડી ગઈ હતી. તળાવમાં ડૂબકી યુવતીને બચાવવા માટે યુવકે પણ તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ પાણી ખૂબ જ ઊંડો હોવાના કારણે યુવક અને યુવતી પાણીમાં ડૂબી ગયા હતા.
આ ઘટનાની જાણ થતા ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવક અને યુવતીના મૃતદેહને તળાવના પાણી માંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસ અનુસાર યુવતી વલભીપુર ગામની રહેવાસી હતી અને યુવતીનું નામ નિયતિ ભટ્ટ (19 વર્ષ) હતી. ઉપરાંત સિહોર ના રહેવાસી જગદીશ મકવાણા જેની ઉંમર 20 વરસની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment