ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે ડીસાના ખેટવા નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વાહનની રાહ જોઇને ઊભેલી એક મહિલાને આઇસર ટ્રકે અડફેટેમાં લીધી હતી. આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ વહેલી સવારે બની હતી. ડીસાના ખેટવા ગામના 52 વર્ષીય સોનાબેન મગનભાઈ રબારી, મગનભાઈ હમીરભાઇ રબારી તેમજ રાજાભાઈ માલાભાઈ રબારી ત્રણેય વહેલી સવારે લાખણી તાલુકાના નાના કપરા ગામે મામેરામાં જવા નીકળ્યા હતા.
મળતી માહિતી અનુસાર તેઓ ખેટવા નજીક રોડની સાઈડમાં ડિવાઇડર પર ઉભા રહીને વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ડીસા તરફથી આવતો GJ 12 BT 1496 નંબરના આઇસર ટ્રકે રોડની સાઈડમાં વાહનની રાહ જોઇને ઉભેલા સોનાબેન મગનભાઈ રબારીને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં સોનાબેન મગનભાઈ રબારીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ચાલક ઘટના સ્થળે આઇસર મૂકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સોનાબેન મગનભાઈ રબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કબજે લઇને આઇસર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ રબારી સમાજને ગામના લોકોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment