હાલમાં બનેલી એક ચોંકાવનારી અને દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દાહોદના ઝાલોદ તાલુકાના મોડી હાંડી ખાતે માતાએ બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટના બન્યા બાદ માતા અને દીકરાને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન માતા નું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે બાળકની સારવાર હજુ પણ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મોટી હાંડી ખાતે રહેતા અને એસઆરપી માં ફરજ બજાવતા સાગરભાઇ નામના વ્યક્તિના લગ્ન આશરે પોણા ત્રણ વર્ષ પહેલા આશાબેન સાથે થયા હતા. લગ્નજીવનના સુખી સંસારમાં દંપતીને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. મળતી માહિતી અનુસાર સાગરભાઇ પોતાની નોકરી પર રહેતા હતા.
જ્યારે આશાબેન પોતાના દીકરા સાથે સાસરિયામાં રહેતા હતા. ત્યારે સાસરિયામાં સાવકી સાસુ આશાબેન સાથે અવારનવાર માથાકૂટ કરતી અને તેમને ખૂબ જ ત્રાસ આપતી હતી. જેથી સાગરભાઇ પોતાની પત્ની અને દીકરા સાથે ભાડાના મકાનમાં દાહોદ રહેવા ગયા હતા.
પરંતુ ફરીથી સાગરભાઇ નોકરી પર રહેતા હોવાના કારણે આશાબેન અને તેમનો દીકરો ઘરે એકલા પડતાં હતાં. તેથી તેઓ ફરીથી મોટી હાંડી ખાતે રહેવા ગયા હતા. ત્યારે ત્યાં આશાબેનને સાવકી સાસુએ ફરીથી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. સાવકી સાસુથી કંટાળીને આશાબેન ઘર છોડીને સાણંદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતા.
ત્યારે પિયર પક્ષના લોકોએ આશાબેનને શોધી અને ફરીથી તેમને સમજાવીને સાસરે મોકલ્યા હતા. ત્યારબાદ ફરીથી સાવકી સાસુ સમીલાબેન આશાબેનને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. છેવટે આ બધાથી કંટાળીને આશાબેને પોતાના બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું.
આ ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાબેનનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે બે વર્ષના બાળકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃત્યુ પામેલા આશાબેનના ભાઈ સાવકી સાસુ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment