ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરની સામે સુસાઇડ કરી લીધું છે. વિગતવાર વાત કરીએ તો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રોશન તલાવિયા નામના યુવકે ઝેરી દવા પી લીધી હતી.
ત્યારબાદ રોશનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રોશન નું મોત થયું હતું. જાણવા મળી રહ્યો છે કે, રોશન એક યુવતીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને યુવતીના પિતાએ યુવતીને રોશન સાથે સગાઈ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે રોશને પોતાની પ્રેમિકાના ઘરની સામે સુસાઇડ કરી લીધું હતું.
મળતી માહિતી અનુસાર સુસાઇડ જેવું મોટું પગલું ફરતા પહેલાં રોશને એક વિડીયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, પ્રેમ સંબંધમાં અગાઉ યુવતી પોતાના ઘરેથી ભાગીને રોશનના ઘરે અધેળાઈ જતી રહી હતી.
ત્યારબાદ યુવતીના પિતા ત્યાં પહોંચ્યા હતા અને પોતાની દીકરીને કહ્યું હતું કે તને રોશન સાથે સંબંધ કરાવી દેશે એમ કહીને તેઓ પોતાની દીકરીને ઘરે પાછી લાવ્યા હતા. ત્યારબાદ યુવતીના પિતાએ તેને સંબંધ કરાવવાની ના પાડી દીધી હતી. આ વાતની જાણ રોશનને થતા જ તે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.
છેવટે આઘાતમાં સરી પડેલા રોશને સુસાઇડ કરવાનું નક્કી કર્યું હતું. પછી તો તે ઝેરી દવા લઈને કુંભારવાડામાં આવેલ યુવતીના ઘર પાસે પહોંચ્યો હતો. અહીં તેને યુવતીના ઘરની સામે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ એક વિડીયો બનાવ્યો હતો અને તેમાં યુવતીના પિતા સહિત બે લોકોના નામ જણાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment