ગુજરાત રાજ્યમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળે છે જેમાં નાની વાતમાં કેટલાક લોકો પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી તેવી જ ઘટના સામે આવી છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક કાપડના વેપારીના દીકરાએ પોતાના રૂમમાં ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
કાપડના વેપારીનો દીકરો લાન્સર આર્મી સ્કૂલમાં CBSC ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર આગામી 25મીએ રીઝલ્ટ આવવાનું હોવાથી નાપાસ થવાના ડરે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે, તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર ભટાર ક્રિષ્ના કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ નામના વ્યક્તિ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેમનો 18 વર્ષનો દીકરો મન ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. બુધવારના રોજ રાત્રે મને પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ મને ત્યાંથી નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મનનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે મને આ પગલું ભર્યું હશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસારમાં મન ધોરણ 9 માં નાપાસ થયો હતો.
ત્યારબાદ મનને ધોરણ 10માં 72% આવ્યા હતા. જ્યારે મનને ધોરણ 11માં 55 ટકા આવ્યા હતા. મને 12 માંની પરીક્ષા આપી હતી અને આગામી 25 જૂનના રોજ તેનું રિઝલ્ટ આવવાનો હતો. પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે મને આ પગલું ભર્યું છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment