ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે બનાસકાંઠાની રાજસ્થાન સરહદ પર અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રાજસ્થાનની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં 2 મહિલાઓ, એક પુરુષ અને એક બાળકનું કરૂણ મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. એમ કરીને આ અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સની ડ્રાઈવર સામે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ખાનગી બસના ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર અરબાજ શેખ નામનો રિક્ષાચાલક પોતાના બે મિત્રો સાથે રિક્ષા લઈને રાજસ્થાનના સાંચોર પાસે આવેલી દરગાહ માથું ટેકવા માટે ગયો હતો. દર્શન કરીને તે ડીસા પરત જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં રાધનપુરના ફુલવાદી પરિવારને રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.
ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી રાજસ્થાનની ખાનગી પાસે ઓવરટેક કરતી વખતે રીક્ષા અને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષામાં બેઠેલા રિક્ષાચાલક અરબાજ શેખ, નીલમબેન તુલસીબેન ફુલવાદી તેમજ દિવાબેન નરેશભાઈ ફુલવાદી તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ 108 અને પોલીસને કરી દીધી હતી. ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે વ્યક્તિના કરુણ મૃત્યુ નિપજયા હતા. જ્યારે અન્ય 5 લોકોની સારવાર ચાલી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળે બસ મૂકીને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment