ઓસ્ટ્રેલિયામાં આ પાટીદાર યુવાને વટ પાડી દીધો..! ઓડીથી લઈને જીપ સુધીની લક્ઝરી ગાડીમાં “MUKHI” નંબર પ્લેટ લેવા ખર્ચે છે લાખો રૂપિયા, જાણો તેની પાછળનું કારણ…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે લોકો શોખ પૂરા કરવા માટે કોઈ પણ હદ સુધી જોતા હોય છે. ગુજરાતમાં અને ગુજરાતીઓમાં અલગ જ પ્રકારનો ગાડીઓમાં ફેન્સી નંબર પ્લેટ અને પોતાનો ચોઈસ નંબર રાખવા માટેનું ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે ગાડીઓમાં પોતાનો નંબર રાખવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે.

અને ગુજરાતીઓના શોખ હવે દેશ વિદેશમાં પણ ઓળખવા લાગ્યા છે. વિદેશમાં રહેતા ગુજરાતી લોકો પોતાના મનપસંદ નંબર મેળવવા માટે લાખો કરોડો રૂપિયાના ડોલરનો ખર્ચો કરવા તૈયાર કરતા હોય છે. આજે એવા યુવા પટેલ મંથન રાદડિયા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.

અમરેલી જિલ્લાની અંદરનો આ યુવાન ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે અને આ દીકરાએ વિદેશમાં રહીને પાટીદારો નો વટ પાડી દીધો છે. ખરેખર આ દીકરાને અનોખો શોખ છે અને તેને પોતાની ગાડીઓ ની અંદર મૂખી નામની નંબર પ્લેટ રાખી છે. મૂળ તેઓ અમરેલી જિલ્લાની અંદર આવેલા સાવરકુંડલાના ધજડી ગામનો વતની છે.

અને મંથન રાદડિયા હાલમાં છેલ્લા ચાર વર્ષ કરતા વધારે વરસથી ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે. મંથન ના માતા પિતા અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે.વર્ષ 2017 માં ધોરણ 12 નો અભ્યાસ પૂરો કર્યા પછી તે અભ્યાસ માટે મંથન ઓસ્ટ્રેલિયા ગયો હતો.

તેમને હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો હતો અને ત્યાર પછી ડિપ્લોમા ઇન હોસ્પિટાલીટી નો કોર્સ કર્યો છે. ઓસ્ટ્રેલિયા જઈને ગ્રોસરીના ધંધાની અંદર શરૂઆત કરી હતી અને અત્યારે તો અભ્યાસની સાથે સાથે ધંધો પણ કરી રહ્યા છે. તેની પાસે હાલમાં જેટલી ગાડીઓ છે તે તમામ ગાડીઓ મૂખી નંબર પ્લેટ નામની છે.

2000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ એક લાખ 11 હજાર રૂપિયા ખર્ચીને આ નંબર પ્લેટ લીધી છે. આપણને બધાને વિચાર થતો હશે કે આ નંબર પ્લેટ કેમ લીધી હશે પરંતુ તેની પાછળ એક રસપ્રદ કારણ છે. તેમના દાદા લાલજીભાઈ રાદડિયા એક સમયે ગામના મુખી હતા. જ્યારે તેના દાદા સરપંચ નો હોદ્દો હતો ત્યારે ગામના લોકો બધા તેમને મુખી કહીને જ બોલાવતા હતા.

ગામની અંદર મૂખીને માન મર્યાદા ને મોભો હતો. દાદા જીવતા હતા ત્યારબાદ તેના પિતાજી અને મોટા બાપુજી પાસેથી સાંભળ્યું હતું કે તેઓની છાપ પણ મુખી હતી. ત્યારબાદ આ મંથન ને પણ ઓસ્ટ્રેલિયામા મુખી તરીકે ઓળખે છે અને એટલા માટે તેને મુખી નામની નંબરપ્લેટ રાખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*