ભાજપે આસામમાં ચૂંટણી તો જીતી લીધી પણ હવે મુખ્યમંત્રી પદનો મુદ્દો માથાનો દુખાવો બન્યો છે. સર્બાનંદ સોનોવાલ અને હિંમત બીશ્વ સરમા બંને મુખ્યમંત્રી પદની જીત અડી જતાં પરિણામોના ચાર દિવસ પછી પણ ભાજપ કોને મુખ્યમંત્રી બનાવવા એ નક્કી કરી શક્યું નથી.
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના બે મોટા રાજ્યોમાં મુખ્યમંત્રી શપથ લઈને સરકાર પણ રચી નાખી ત્યારે ભાજપ હજી મુખ્યમંત્રી પદની મામલે ગોથા ખાઈ રહ્યું છે.
સૂત્રોના મતે મોદી સોનેવાલે રિપિટ કરવા માંગે છે પણ સરમા માનતા નથી તેથી કોકડું ગૂંચવાયું છે. આ કોકડું ઉકેલવા ગુરુવારે અમિત શાહના ઘરે જે.પી.નડ્ડા સહિતના ઉચ્ચ નેતાઓની બેઠક મળી હતી તેમાં સરમા ને સમજાવવા ભારે પ્રયત્નો થયા પણ એના માનતા હવે મામલો પ્રધાનમંત્રી મોદી પાસે ગયો છે.
ભાજપના સૂત્રોના મતે સરમા એ 30 થી વધુ ધારાસભ્યોને પોતાનો ટેકો હોવાનો દાવો કર્યો છે અને હાઇ કમાન્ડે ખાનગીમાં મગાવેલા રિપોર્ટમાં દાવામાં દમ લાગ્યો છે.
સરમા નો ઇતિહાસ પક્ષ પલટાનો છે તેથી ભાજપ સરમા ને કોરાણે મૂકતાં કરી રહ્યો છે. આપને જણાવી દઇએ કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર આસામમાં વિજય પ્રાપ્ત કરી શક્યું હતું.
પરંતુ ભાજપના બંને નેતાઓને મુખ્યમંત્રી બનવાની જીદના કારણે ભાજપ હજુ સુધી મુખ્યમંત્રીની જાહેરાત કરી શક્યું નથી. આ મામલે અમિત શાહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એન્ટર થયા છે અને આ મામલો અને સોલ્વ કરવાની મહેનત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment