ઓક્સિજન ની અછત મામલે મોદી સરકારને ફટકાર, સુપ્રીમે કહ્યુ કે દિલ્હીમાં ઓક્સિજન આપો નહીં તો આકરા આદેશ માટે રહો તૈયાર.

105

વાઈરસના વધી રહેલા કેસો વચ્ચે ઓક્સિજનની અચ્છા કાલ મોટી સમસ્યા બની ગઈ છે જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે દિલ્હીના તાત્કાલિક ધોરણે દરરોજ 700 મેટ્રિક ટન પૂરો પાડવામાં આવે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું.

કે જો અમારા આદેશનું પાલન કરવામાં ન આવે તો અમે વધુ આકરા આદેશો આપીશું અને તે માટે સરકાર અમને મજબૂર ન કરે અને તાત્કાલિક દિલ્હીમાં ઓક્સિજનની જે અછત છે તેને પૂરી કરવામાં આવે.

કોષ કેન્દ્ર સરકાર વતી હાજર સોલીસીટર જનરલ તુષાર મહેતાને સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તાત્કાલિક દિલ્હીના જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન પૂરો પાડવામાં આવે અને અમને આકરા આદેશ આપવા માટે મજબૂર ન કરો.

આ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે દિલ્હીમાં દર્દીઓની સંખ્યા જોતા દૈનિક 700 મેટ્રિક ટન ઓક્સીજનની જરૂરિયાત છે જેને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો ઓક્સિજન મામલે કંઈ છુપાવવા જેવું નથી તો પછી સરકાર સામે આવીને દેશને જણાવવું જોઈએ કે કેવી રીતે દેશમાં હાલ ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અમને દૈનિક 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે તો 9000 જેટલાં બેડની વ્યવસ્થા થઈ શકે તેમ છે. આમ થવાથી ઓક્સિજનના અભાવે કોઇ નું મોત નહીં થાય તેની ખાતરી આપું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!