અમરેલીમાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર, બાઈક પર સવાર પતિ પત્નીનું મૃત્યુ…

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે તેવી જ એક ઘટના અમરેલી જિલ્લાની સામે આવી છે. ગઇકાલના રોજ જન્માષ્ટમીના પર્વે પર ચરખડીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં પતિ પત્નીના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ટ્રક પલટી ખાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર અમરેલી થી આવી રહેલા રાઘવભાઇ ભીખાભાઈ દાડવા અને તેમના પત્ની વિમળાબેન બાઈક પર જઈ રહ્યા હતા.

ત્યારે એક ટ્રકચાલકે પતિ પત્ની ને ટક્કર મારી હતી અને તેના કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. તેના કારણે પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ અકસ્માત થતા ટ્રક પલટી ખાઈ ગયું હતું અને ટ્રક ડ્રાઇવરને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માત અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના ચરખડીયા રોડ પર ગઇકાલે બની હતી. બાઈક અને ટ્રક નો અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ટ્રક પલટી ખાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*