આજકાલ અવારનવાર ઘટનાઓ બની રહે છે. અમુક ઘટનાઓ એવી હશે જેને જાણીને તમે પણ દંગ થઈ જશો. આજના સમયમાં દસ રૂપિયા માટે કોઈ વ્યક્તિને જીવ લઇ નાખે તેવું તો તમે નહી માનો. ત્યારે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ભરૂચની છે.
ભરૂચના મકતમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં દસ રૂપિયા માટે એક યુવકનો જીવ લઈ લેવામાં આવે છે. મળતી માહિતી અનુસાર એક યુવક અને તેના પડોશમાં રહેતા વ્યક્તિએ દસ રૂપિયા માંગ્યા પરંતુ યુવકે દસ રૂપિયા આપવાની ના પાડી અને પડોશમાં રહેતા વ્યક્તિએ યુવકનો જીવ લઇ લીધો.
ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલસિંગ રાઠોડ આજે સવારના સમયે તેમના ઘર પાસે આવેલા ઝાડ પાસે બેઠેલા હતા. ત્યારે તેમના પાડોશમાં રહેતા દેવન વસાવાએ માથાના ભાગ પર ધારિયા લગાવે છે.
ત્યારબાદ તેઓ જમીન પર પડી જાય છે. આસપાસના લોકોની આ ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવે છે. ઇજાગ્રસ્ત સતપાલસિંગને તાત્કાલીક ખાનગી વાહનમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે.
સતપાલસિંગને સારવાર મળે તે જ પહેલા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
અને પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દેવેન વસાવા મૃત્યુ પામેલા યુવક પાસે 10 રૂપિયાની માંગણી કરી હતી. જેના કારણે દેવેન સતપાલસિંગ નો જીવ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!