મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે કે શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે અને તેના ઘણા વાયરલ વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સિંહની સંખ્યા અમરેલીમાં નોંધાય છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહની અવાર-જવર રહે છે.
ત્યારે ગઈકાલે રાત્રે અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઈ ગામમાં 5 સિંહ શિકાર માટે ઘુસ્યા હતા. પાંચેય સિંહ મળીને અહીં ગામમાં એક આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સિંહના ટોળાએ વારાફરતી આખલા પર પ્રહાર કરીને તેને નીચે પાડી દીધો હતો. પરંતુ થોડીક વાર બાદ કંઈક એવું બન્યું કે સિંહના ટોળાને પોતાનો શિકાર અધૂરો મૂકીને ગામમાંથી ઉભી પુછડી એ ભાગવું પડ્યું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે એક ખેડૂતની હિંમત જોઈને સિંહોને શિકાર મૂકીને ભાગવું પડ્યું હતું. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે સિંહનું ટોળું આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.
ત્યારે સિંહોની ત્રાડના કારણે ગામમાં રહેતા દેવદાસ નામના ખેડૂતો જાગી ગયા હતા. ત્યારબાદ તેઓ તરત જ પોતાના ઘરની છત પર ચડી ગયા અને હાલકા પડકારા કર્યા હતા. દેવદાસ ભાઈના હાલકા પડકારા કરવા છતાં પણ સિંહનું ટોળું આખલાને છોડવા માટે તૈયાર ન હતું.
પરંતુ તેમ છતાં પણ દેવદાસભાઈ હાલકા પડકારા કરવાનું શરૂ રાખ્યું જેના કારણે સિંહના ટોળા ને પોતાનો શિકાર મૂકીને ત્યાંથી ભાગવું પડ્યું. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો ખેડૂતના આ કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
અમરેલી: ખેડૂતે સિંહને ભગાડી, ગાયની મિજબાની થતાં બચાવી pic.twitter.com/zznd5kHp24
— News18Gujarati (@News18Guj) February 2, 2023
સામાન્ય રીતે સિંહ મોટેભાગ ગાય અને વાછરડાનો શિકાર કરતા હોય છે. પરંતુ આ વખતે સિંહના ટોળાએ આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેડૂતની બહાદુરીના કારણે સિંહના ટોળાને પોતાનું શિકાર અધૂરો મૂકીને જ ભાગવું પડ્યું હતું. આજે ખેડૂતની હિંમતના કારણે આખલાનો જીવ બચી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment