અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીના પિતાએ એક યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરપૂરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
બોલા ચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા સલીમ વોરાએ ધારદાર વસ્તુ વડે શોએબ પર ત્રણથી ચાર વખત પ્રહાર કર્યા હતા. આ કારણોસર શોએબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલા શોએબની સગાઈ આરોપી સલીમ વોરાની દીકરી સાથે થઈ હતી. લગભગ એક વર્ષ પહેલા કોઈ કારણોસર સગપણ તૂટી ગયું હતું. જેના કારણે શોએબ યુવતીના ઘરે ગયો હતો.
ત્યાં શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. બંને બોલાચાલી કરતા કરતા કાચની મસ્જિદ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલો વધી ગયો કે સલીમ વોરાએ પોતાના પાસે રહેલી ધારદાર વસ્તુ વડે શોએબ પર પ્રહાર કર્યા હતા. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
આ ઘટનાની જાણ શોએબની માતાને થતા તેની માતા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શોએબે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment