ગુજરાત રાજ્યમાં જીવન ટૂંકાવવાની અને જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદમાં વધુ એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના દીકરાએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેનનો નાનો દીકરો રાજેશ બે દિવસ પહેલા ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારે બે દિવસ બાદ ગાંધીનગર નજીકની કેનાલમાંથી રાજેશ મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના દીકરાએ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઇને ગાંધીનગર પોલીસે હાલમાં અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન નવા નરોડા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. કામિનીબેન બહેનને બે દીકરા છે. દામિની બહેનનો નાનો દીકરો રાજેશ તેમની સાથે રહેતો હતો. રાજેશને બે બાળકો છે. બે દિવસ પહેલા રાત્રે જમીને પરિવાર સૂઈ ગયું હતું.
પરંતુ બીજા દિવસે સવારે સાત વાગ્યાની આસપાસ જ્યારે પરિવારના સભ્યોએ રાજેશને ઘરમાં ન જોયો તેથી પરિવારના સભ્યો અને રાજેશના મિત્રોએ રાજેશની શોધખોળ શરૂ કરી હતી. સગા સંબંધીઓ અને મિત્રોને ત્યાં રાજેશની તપાસ કરી પરંતુ રાજેશનો પત્તો લાગ્યો નહીં. ત્યારે રાજેશ મૃતદેહ ગાંધીનગર પાસેની કેનાલમાંથી મળી આવતાં પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રાજેશનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક નેતાઓને પણ આ ઘટનાની જાણ થતાં તેઓ ત્યાં પહોંચી આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment