હાલ તો સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે રવિવારના સાંજના 7:00 વાગ્યાની આસપાસથી વરસાદી શહેરને ધમડવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં સરેરાશ 14 ઇંચ જ્યારે ઉસ્માનપુરામાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કુદરતી સમગ્ર ગુજરાતમાં કહેર મચાવ્યો છે. ત્યારે ઉસ્માનપુરામાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા ઘણા બાળકોથી માંડીને વૃદ્ધોની હાલત પણ કફોડી બની હતી.
અનેક વિસ્તારોમાં ઘણા એવા ઘરો અને દુકાનો પાણીમાં ફરી વળ્યા છે અને શહેરમાં પણ હાલાકી વચ્ચે માનવતા મેક આવતી તસ્વીરો પણ સામે આવી રહી છે. ઘણા લોકો વરસાદના લીધે ઘરોમાં પાણી ભરાઈ જવાથી બાળકો ફસાયેલા જોવા મળ્યા. એવામાં આજે આપણે વાત કરીશું તો હોસ્પિટલમાં ફસાયેલા બાળકો કે જેને પોલીસ જવાન દ્વારા બહાર કાઢવાના દ્રશ્યો તમે પણ આ તસ્વીરોમાં જોઈ શકો છો.
પોલીસ જવાનની આવા સરાનીય કાર્યકર્તા જોઈને સૌ કોઈ લોકો સલામ કરી ઉઠશો. વાત જાણે એમ છે કે અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં આવેલી એ શારદાબેન હોસ્પિટલ કે જે વરસાદને કારણે પાણીમાં ભરાઈ ગઈ છે. જેમાં ઘણા બાળકો અને દર્દીઓ પાણીમાં ફસાઈ ગયા છે.
તેથી પોલીસ જવાનો દ્વારા એવા દર્દી અને બાળકોને હાથમાં ઊંચકીને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે એ દ્રશ્ય જોઈને તમે પણ આ પોલીસ જવાનોની વાહ વાહ કરી ઉઠશો. રવિવારની મૂડી રાત્રે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં પાલડી વાસણા એલિસ બ્રિજમાં ત્રણ ઇંચ કે તેથી વધારે વરસાદ પડ્યો હતો.
તેથી ઘણા વિસ્તારોમાં તો ઘરમાં પણ પાણી ઘૂસી આવ્યા હતા.એવામાં ભારે વરસાદને કારણે પ્રહલાદ નગરના રોડ પર આવેલા ઔડા તળાવની પાળી પણ તૂટી ગઈ હતી.જેમાં પાર્કિંગમાં ઊભેલી કાર આખે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ. હાલ તો આ ધોધમાર વરસાદ એ સમગ્ર ગુજરાતમાં કહેર મચાવી છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ્ય જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
એવામાં બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે તો મોનસુન પ્લાન રાજ્ય સરકારનો છે તો સાથે જ પોલીસે પણ તમામ ટ્રાફિક પોલીસને રેઇનકોટ આપી. ટ્રાફિક જેવી સમસ્યાઓને પહોંચી વળવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે અને હાલ તો આ ખાખી પોલીસ જવાનો સંભવિત સ્થળો પર જઈને મદદ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment