અમદાવાદ શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઈડન-વી ફલેટમાં આજરોજ સવારે ચોથા માળે અચાનક જ ભયંકર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ આઠથી વધુ ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ મેળવવા માટે એક કલાકનો સમય લાગ્યો હતો.
ફાયર વિભાગની ટીમ જ્યારે ઘરમાં પહોંચી ત્યારે અંદરથી કોઈ મળ્યું ન હતું. સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું હતું કે ઘરમાં રહેતા પતિ પત્ની પહેલેથી જ નીચે ઉતરી ગયા હતા. પરંતુ ફાયર વિભાગની ટીમે ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર જોયું ત્યારે પતિ-પત્નીએ એકબીજા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હોય તેવી રીતે પડ્યા હતા.
આ ઘટનામાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિગતવાર વાત કરીએ તો અહીં ફ્લેટમાં રહેતા પરિવારમાં પતિ અનિલ બધેલ, પત્ની અનિતા બધેલ સાથે ધોરણ છ માં અભ્યાસ કરતી દીકરી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતો દીકરો રહે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજ રોજ સવારે બાળકો સ્કૂલે ગયા બાદ અનિલ અને અનિતા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યો છે. ઘર કંકાસના પગલે આ ઘટના સર્જાઈ હતી તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર પત્ની પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉસકેરાયેલા પતિ પત્નીએ એકબીજા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં પત્નીના ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચે હતી. આ કારણોસર પત્નીનું કરુણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ગભરાઈ ગયેલા આરોપી પતિએ ઘરમાં આગ લગાવીને પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે.
માતાના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પતિ પત્ની વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો અને ઘરમાં આગ કેવી રીતે લાગી આ બધા સવાલોના જવાબ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment