અમદાવાદમાં પ્રેમ સંબંધની શંકા રાખીને એક યુવકે પોતાના કૌટુંબીક ભાઈનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગોમતીપુર વિસ્તારમાં એક મકાનમાં ઉપર નીચે રહેતા અને કૌટુંબિક સંબંધીઓમાં પ્રેમ સંબંધની શંકાના આધારે યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આ ઘટના બન્યા બાદ ગોમતીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા આબિદ પઠાણને તેના જ મકાનમાં ઉપરના માળે રહેતા કૌટુંબિક ભાઈ અસલમ સાથે તેની પત્નીનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે, તેવી શંકાઓ હતી.

અસલમ અને આબિદ કૌટુંબિક ભાઈઓ તો હતા જ પરંતુ બંને ખાસ મિત્ર પણ હતા. આબિદ એક ગોડાઉનમાં નોકરી કરે છે. 1 વર્ષ પહેલા આબિદા લગ્ન થયા હતા. ત્યારે થોડાક મહિના પહેલા આબિદાને પોતાની પત્ની અને અસલમ વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ છે તેવી શંકાઓ થઈ હતી.

ત્યારબાદ આબિદે પત્નીના ચારિત્ર્ય શંકા રાખીને પત્ની સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું. શંકાનો આક્રોશ એટલો વધી ગયો કે અસલમ અને આબિદ રોડ ઉપર બેઠા હતા. ત્યારે બંને વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે બંને એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. માથાકૂટના પગલે આવેશમાં આવીને ધારદાર વસ્તુ વડે આબીદે અસલમ પર પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં અસલમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તે ઘટના સ્થળે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ અસલમના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં અસલમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર અસલમનો જેવું લઇ લીધો ત્યારબાદ આબિદજને અફસોસ થયો હતો. તેથી તે ઘટના સ્થળેથી ભાગ્યો નહીં પરંતુ ત્યાં જ બેસી રહ્યો. ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*