વરરાજાના ઘરેથી પરત પરથી વખતે દુલ્હનના પરિવારને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:43 am, Sun, 29 May 22

શનિવારના રોજ સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનાને કારણે લગ્નની ખુશીમાં માતમમાં ફેરવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર વરરાજાના ઘરેથી તિલક વિધિનો કાર્યક્રમ પૂરો કરી ઘરે પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટના ઉદયપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર પરિવાર જીપમાં સવાર થઈને ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે રસ્તામાં જીપ અનિયંત્રિત થઈને પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દુલ્હનિયા હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર બાવળવાડાના પડાળિયામાં રહેતા નાગજી ભાઈ આહીરની દીકરી રેખાનો સબંધ ઉખેડી ગામમાં થયો હતો. 6 જૂનના રોજ તેમના લગ્ન થવાના હતા.

મળતી માહિતી અનુસાર તેથી નાગજી ભાઈ આહીરનો પરિવાર શનિવારના રોજ જીપમાં સવાર થઈને વરરાજાના ઘરે તિલક વિધિમાં ગયા હતા. તિલક વિધિ પૂર્ણ થયા બાદ નાગજી ભાઈ આહીરનો પરિવાર જીપમાં સવાર થઈને ઘરે પરત ફરવાની કર્યું હતું. ત્યારે ચિત્તોડ પાસે જીપ બેકાબુ થઇને પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં નાગજી ભાઈ આહીરના પરિવારના બે સભ્યોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં દુલ્હન રેખા સહિત અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બનતા જ લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરરાજાના ઘરેથી પરત પરથી વખતે દુલ્હનના પરિવારને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*