અમદાવાદમાં એક કાર BRTS બસ સ્ટેશનમાં ઘુસી ગઈ, કારમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

આજકાલ રાજ્યના અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદની વધુ એક આ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના શિવરંજની પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવે છે.

અને કારને BRTS બસ સ્ટેશનમાં ઘુસાવી દીધી હતી. અકસ્માત બન્યો ત્યારે કાર એટલી સ્પીડમાં હતી કે BRTSની રિલિંગ્સ તોડીને કાર બસ સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

પરંતુ મળતી માહિતી અનુસાર કારમાં સવાર ત્રણ થી ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જ્યારે અકસ્માત બન્યો ત્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આવ્યા હતા. અને સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા પણ હાસોલ વિસ્તારમાં અકસ્માતની એક ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં એક કારચાલકે રોડ પર ચાલી રહેલી એક નિર્દોષ મહિલાને અડફેટેમાં લીધી હતી.

કારચાલકે રોડ પર ચાલી રહેલી મહિલા અને હવામાં ફંગોળી દીધી હતી અને સામેથી આવી રહેલી બીજી કાર સાથે પણ ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ઇજા પહોંચવાના કારણે મહિલાનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*