જો તમારા પરિવારમાં પણ દીકરીનો જન્મ થયો છે તો તમને પણ મળશે આ પેટ્રોલ પંપ પર એક્સ્ટ્રા પેટ્રોલ

71

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે મધ્યપ્રદેશના બૈતુલ મા એક પેટ્રોલપંપ સંચાલક 5 ટકા થી લઈને 10 ટકા સુધીનું એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યો છે. તેનું કારણ કોઈ તહેવાર નથી પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ છે.હવે વધતી મોંઘવારી વચ્ચે આ રીતે પેટ્રોલ પંપ પર મળી રહેલ એક્સ્ટ્રા પેટ્રોલથી ગ્રાહકોને આંશિક રાહત ચોક્કસ મળી રહે છે.

દીકરાનો જન્મ થાય તો લોકો ઉજવણી કરતા હોય તે સ્વાભાવિક છે પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેમના ઘરે દીકરી નો જન્મ થાય તો તેમને ખુશી નું ઠેકાણું નથી રહેતું.બૈતુલ ના એક સૈનિક પરિવારમાં જ્યાં તેમના ઘરમાં 9 સભ્ય તરીકે દીકરીનો જન્મ થયો

અને આ નવા મહેમાનનું સ્વાગત તેમને પોતાના પેટ્રોલપંપ પર આવનાર ગ્રાહકોને પણ પોતાની ખુશીમાં સામેલ કરતા તેમને એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યા છે.નવરાત્રિમાં જ દીકરીનો જન્મ પર સેનાનો પરિવાર ખૂબ ખુશ થયો અને પરિવારમાં દીકરીના જન્મને યાદગાર બનાવવા

માટે સેનાના પરિવાર પોતાના પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પોતાની ખુશીમાં સામેલ કરતા 13 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જે ગ્રાહકો પેટ્રોલ ભરાવે છે તેમની એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!