આજકાલ લોકો લગ્નમાં સારુ બતાવવા માટે અવનવા ભાતભાતના કામ કરે છે. ત્યારે આપણી સામે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું. અમદાવાદ નો કિસ્સો કે જેમાં 72 વર્ષના વરરાજાએ 66 વર્ષની મહિલા સાથે 50 મી વર્ષગાંઠ નિમિત્તે ફરી વાર ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હતા.
વિજયભાઈ ચૌહાણ નામનો વ્યક્તિ છે જે અમદાવાદનો રહેવાસી છે તેમના માતા-પિતાના લગ્નના ૫૦ વર્ષ પૂરા થઇ રહ્યા હતા. તેમનું કહેવું છે કે 50 વર્ષ પહેલા તેમના પિતાના પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી ધામધૂમથી લગ્ન કરી શક્યા ન હતા.
અને લગ્નમાં કોઈ પણ પ્રકારના શોખ પણ પૂર્ણ કર્યા ન હતા તેથી વિજયભાઈએ નક્કી કર્યું કે ૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે ફરીથી ધામધૂમથી તેમનાં માતા પિતા લગ્ન કરશે. તેમણે તેમના માતા-પિતાનું સપનું પુરુ કર્યુ તેમના માતા-પિતાની ૫૦મી વર્ષગાંઠ પર ફરીથી ધામધૂમ સાથે લગ્ન કર્યા અને આ લગ્નમાં માતા-પિતાના બધા જ સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને બધાં લોકો હાજર પણ રહ્યાં હતાં.
નવાઈ ની વાત એ છે કે તેમણે તેમના માતા-પિતાનો પ્રી-વેડિંગ શૂટ પણ કરાવ્યો હતો ત્યારે લગ્નની વાત કરીએ તો પિતાની જાન ઘોડા પર લઈને ગયા અને તેમના માતા-પિતા એ પચાસમી વર્ષગાંઠે ફરીથી લગ્ન કરવાનું સપનું વિજયભાઈ પૂર્ણ કર્યું.
ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હોવાથી તેમના માતા-પિતા ખુબ જ ખુશ હતા અને લોકોએ પણ વિજયભાઈની પ્રશંસા કરી. એવું કહ્યું કે 50 વર્ષ પહેલા લગ્ન સાદાઈથી થયા હોવાથી તેમના માતા-પિતાને ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ફરીથી ધામધૂમથી લગ્ન કરાવીશ એ સપનું સાકાર કર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment