હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આવી ઘટના તમે પહેલા ક્યારેય નહીં સાંભળવી હોય. આ ઘટનામાં એક દીકરાએ સાવ એટલે સાવ નાની એવી બાબતમાં પોતાના પિતાનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પિતાના મૃતદેહના 32 ટુકડા કરી નાખ્યા હતા. ત્યાર પછી શરીરના ટુકડા એક બોરવેલમાં ફેંકી દીધા હતા. આ ચોકાવનારી ઘટનાનો ખુલાસો થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જસીબીની મદદથી બોરવેલ ખોદીને મૃત્યુ પામેલા પિતાના શરીરના અંગો બહાર કાઢ્યા હતા. હાલમાં પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના કર્ણાટકના બાગલકોટમાં બની હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પરશુરામ હતુ અને તેમની ઉંમર 54 વર્ષની હતી.
જ્યારે આરોપી દીકરાનું નામ બિત્તલ હતું. મળતી માહિતી અનુસાર બંને બાપ દીકરા વચ્ચે શેરડીના ખેતરમાં પાણી નાખવાની બાબતમાં ઝઘડો થઈ ગયો હતો. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા પરશુરામે પોતાના દીકરાની ધુલાઈ કરી હતી. જેના કારણે દીકરો ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો અને તેને ગુસ્સામાં પોતાના પિતા ઉપર લોખંડના સળિયા વડે જીવલેણ પ્રહાર કર્યો હતો.
જેના કારણે પિતાનું ઘટના સ્થળે નોંધ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દીકરાએ પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી. આરોપી દીકરાએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે નિશાની હાલતમાં હતો અને ત્યારે તેના પિતાએ હંમેશાની જેમ તેની ખૂબ જ ધુલાઈ કરી હતી અને તેની સાથે દૂર વ્યવહાર કર્યો હતો.
ત્યારે આ વાત તે સહન ન કરી શક્યો અને તેને પોતાના પિતાનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર ઘટનાના ત્રણ દિવસ બાદ આરોપી દીકરાની પિતાનો જીવ લીધો છે આ બાબતની જાણ પરિવારના સભ્યોને કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ માતાએ અને મોટાભાઈ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાનું કહ્યું હતું.
પરંતુ આરોપી રાજી થયો નહીં. તેથી પરિવારના લોકોએ આ સમગ્ર ઘટનાને લઈને આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આરોપી દીકરાએ પોતાના પિતાનો જીવ લીધો અને ત્યારબાદ પિતાના શરીરના 32 ટુકડા કરીને બોરવેલ માં ફેંકી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment