આજે ઘણા યુવકો અને યુવતીઓ નું સપનું હોય છે આઈ.એ.એસ આઈ.પી.એસ બનવાનો અને તેઓ બની પણ જાય છે, તેમની ખૂબ જ મહેનત બાદ તેઓ તેમના માતા-પિતાનું નામ પણ રોશન કરતા હશે અને એવું પણ કહી શકાય કે યુવકો અને યુવતીઓ પોતાના સપના પુરા કરવા માટે તનતોડ મહેનત પણ કરશે અને તેની સફળતા પ્રાપ્ત થશે.
ત્યારે આજે આપણે એક એવી જ સફળતા વિશે વાત કરીશું કે જ્યાં એક યુવક કે જેણે આઇપીએસ અધિકારી બનવાનું સપનું હતું. અને તે સપનું સાકાર કર્યું. આઇપીએસ અધિકારી વિશે વિસ્તૃતમાં વાત કરીશું અધિકારીનું નામ સફિન હસન હતું. જેણે હાલમાં ભાવનગરમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ત્યારે આ કાર્યક્રમમાં ઘણા બધા મહેમાનો અને ગુરૂજીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ સાફિન હસન તેની વાત કરતાં સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એવી તો શું વાત કરી હશે કે લોકો ચકી થઈ ગયા, તો સફીન હસન અને આ કાર્યક્રમમાં ભગવાન શ્રીકૃષ્ણને ગીતા વિશે જ્ઞાન આપ્યું હતું.
અને કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણએ તો તેમના જીવનમાં આવતી બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને જીવન જીવતા શીખ્યા હતા. તેમાંથી જ મેં આ પ્રેરણા લીધી છે. અને બીજું પણ કહ્યું હતું કે સુખ દુઃખ જેવી બધી જ સમસ્યાઓનો સ્વીકાર કરતા એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. જો આપણાથી કોઈ માણસને કે પછી કોઈ વ્યક્તિને ધર્મને લાગતું દુઃખ પહોંચે તો પરમાત્માને પણ દુઃખ પહોંચાડશે એવી વાત કરી હતી.
સફિન હસને આગળ જણાવતા કહ્યું હતું કે આપણા જીવનમાં સમસ્યાઓ ઘણી આવશે. પરંતુ તેનો સામનો પણ આપણે જ કરવો પડશે અને હું દરેક ધર્મના ધાર્મિક ગ્રંથોનું વાંચન કરું છું. ત્યારે દરેક લોકોએ ધર્મને લગતા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જેમાંથી આપણને પ્રેરણા મળી શકે છે.
ત્યારે આ કાર્યક્રમમાં હાજર એવા તમામ લોકોએ સાફિન હસનની આ વાતો સાંભળીને વાહ વાહ કરી હતી. વિસ્તૃતમાં જણાવીએ સફિન હસન એક મુસ્લિમ સમાજનો દીકરો છે. પરંતુ તેણે હિંદુ ધર્મને લગતાં આ બધું જ જ્ઞાન રહેલું છે. તે નવાઈની વાત કહેવાય કે એક મુસ્લિમ નો દીકરો હિન્દુ ધર્મને લગતી તમામ પુસ્તકો પણ વાંચે છે.
ત્યારે કાર્યક્રમમાં બધા હાજર વ્યક્તિઓ એ સફિન હસનનું સન્માન કર્યું અને તાળીઓ પાડીને તેને વધાવી લીધો હતો. ત્યારે આઇપીએસ અધિકારી એવા સફિન હસન કે જે મુસ્લિમ પરિવારમાંથી આવે છે તેણે આપણા ધાર્મિક ગ્રંથોનો વાંચન કરે છે એ વાતથી લઈને ખૂબ જ નવાઈ લાગે છે ત્યારે કહી શકાય કે તેને એક ધર્મ ને લાગતો ભેદ ઉકેલ્યો હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment