24 જૂનના રોજ દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય દળની સર્વદળીયા બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાવાની છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ કશ્મીર ના ઉપરાજ્યપાલ મનોજસિંહ અને આ ઉપરાંત ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે.
આ બેઠકને લઈ ને અટકળો રાખવામાં આવી રહી છે. એવી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવા મુદ્દે આ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. બેઠક પહેલા જ કેન્દ્ર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના 20 જિલ્લા આયુક્ત અને અનેક પ્રકારની જાણકારી મેળવી છે.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષણા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ બેઠક છે. આ બેઠક માટે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ કશ્મીર ના ઉપરાજ્યપાલ બેઠકનો એજન્ડા તૈયાર કરી રહ્યા છે.
આ બેઠકની ચર્ચા થવાથી જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો વચ્ચે ઉથલપાથલ મચી ગઈ. શુક્રવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાંથી ફારુક અબ્દુલ્લા, પીડીપીના મેહબુબા મુફતી, જમ્મુ કાશ્મીર ની પાર્ટી, અલતાપ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સહિત 14 નેતાઓને આ બેઠક માટે આમંત્રણ આપ્યું છે.
આ બેઠકમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો પરિસીમા ને લઈને થશે. પરિસીમા આયોગને ફેબ્રુઆરી 2020 માં બની અને આ વર્ષે માર્ચમાં તેનું વિસ્તાર કરાયો હતો. ઉપરાંત વિધાનસભા અને સંસદીય ક્ષેત્રની સીમાઓને વિસ્તાર કરવાનું કામ પણ પરિસીમાને સોંપ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment