તમે બધા કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી ફેમસ થયેલા કોઠારીયાના કમાને તો જરૂર ઓળખતા હશો. હાલના સમયમાં કમાનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ફેમસ છે. ગુજરાતી કલાકારોની સાથે કમાના ચાહકો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કમાએ કિર્તીદાન ગઢવીના ડાયરામાં “તારો રસીયો રૂપાળો રંગ રેલીયો..” મન મૂકીને ડાન્સ કર્યો હતો.
તમારો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને પછી તો કમાના દિવસો જ બદલાઈ ગયા છે. હાલમાં કમા તો ઘણા ગુજરાતી સેલિબ્રિટીઓ કરતા પણ વધારે ફેમસ થઈ ગયો છે. તમે સોશિયલ મીડિયા પર કમાના ઘણા અવારનવાર વીડિયો જોતા હશો.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર કમા અને તેના પિતાના કેટલાક ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કમો અને તેના પિતા હેલિકોપ્ટરમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. મિત્રો તમે સોશિયલ મીડિયા પર કમાની ઘણી મોંઘી મોંઘી ગાડીઓમાં રોયલ એન્ટ્રીના વિડીયો જોયા હશે.
કમાની વાત કરીએ તો મિત્રો એક સમયે કમાને કોઈ સ્ટેજ પર પણ ચડવા ન દેતું હતું. આજે તે જ કમા ને સ્ટેજ પર બોલાવવા માટે લોકો પડા પડી કરી રહ્યા છે. આટલો જ નહીં પરંતુ જ્યારે કમો સ્ટેજ પર આવે ત્યારે તેના ઉપર નોટોનો વરસાદ પણ કરવામાં આવે છે. જેમ ગુજરાતના મોટા મોટા કલાકારોના ચાહકો છે કમાના પણ સેકડો ચાહકો છે.
કમાની આપણે ઘણી રોયલ એન્ટ્રીના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં કમાભાઈના ઈન્સ્ટાગ્રામ પેજ પર બે ફોટા શેર કરવામાં આવ્યા છે. જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે કમાભાઈની પ્રથમ હવાઈ સફર. પેલા ફોટામાં તમે જોઈ શકો છો કે કમાભાઈ પોતાના પિતા સાથે હેલિકોપ્ટરની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
જ્યારે બીજા ફોટામાં તમે જોઈ શકો છો કે કમાભાઈ પોતાના પિતા સાથે હેલિકોપ્ટરની સીટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. કમાનુ અને તેના પિતાનું હેલિકોપ્ટરમાં બેસવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. જેથી કમા અને તેના પિતાના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી રહે છે. હાલમાં આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment