પ્રેમિકાના લગ્નમાં પ્રેમીએ સ્ટેજ પર આવીને કરી નાખી એવી હરકત કે… લોકોએ પકડીને તેને ઢીબી નાખ્યો… જુઓ વિડિયો

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્ન ચાલી રહ્યા હોય છે. ત્યારે અચાનક એક યુવક સ્ટેજ પર આવે છે અને દુલ્હનને વરમાળા પહેરાવે છે. ત્યારબાદ તેની માંગમાં સિંદૂર ભરી દે છે. મળતી માહિતી અનુસાર આ યુવક કન્યાનો બોયફ્રેન્ડ છે. આ ઘટના બિહારના નાલંદામાં બની હતી.

અહીં પ્રેમિકાના લગ્નમાં પ્રેમી પહોંચી આવે છે. જ્યારે સ્ટેજ પર વરમાળા પહેરાવાની રસમ ચાલી રહી હોય છે, ત્યારે ત્યાં હાજર લોકો કાંઈ સમજે તે પહેલા પ્રેમી સ્ટેજ પર ચડી આવે છે અને પોતાની પ્રેમિકા અને વરમાળા પહેરાવીને તેની માંગમાં સિંદૂર ભરી દે છે. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમીનું કહેવું છે કે, પ્રેમિકાએ તેને ફોન કરીને બોલાવ્યો હતો. આ ઘટના બન્યા બાદ લગ્નમાં હાજર લોકો પ્રેમીને પકડીને તેને ધુલાઈ કરી નાખે છે. પ્રેમીની એટલી ધુલાઈ કરી કે તેનો આખો ચહેરો સોજી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. યુવકે કહ્યું કે પ્રેમિકાએ તેને ફોન કરીને બોલાવ્યો હતો.

પ્રેમિકાએ તેને કહ્યું હતું કે, સ્ટેજ પર ચડીને મારી માંગમાં સિંદૂર ભરી દે છે. આ ઘટના બન્યા બાદ વર પક્ષના લોકોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર મુકેશ નામનો યુવક તેની ગામની યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલો હતો.

બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે યુવતીના પરિવારજનોને પ્રેમ સંબંધની જાણ થઈ તેથી પરિવારના લોકોએ યુવતીના લગ્ન બીજી જગ્યાએ ગોઠવી દીધા હતા. મુકેશની પ્રેમિકાએ તેને કહ્યું હતું કે, જ્યારે લગ્ન શરૂ થાય ત્યારે વરમાળા ફેરવવાનો સમય આવે ત્યારે સ્ટેજ પર આવીને મારી માંગમાં સિંદૂર ભરી દેજે.

મુકેશે પણ એવું જ કર્યું પરંતુ આ હરકત બદલ ત્યાં હાજર લોકોએ તેની ધુલાઈ કરી નાખી હતી. આ ઘટના બન્યા બાદ મુકેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને બંને તરફથી ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*