ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ચોરી અને લૂંટની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. અત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના કડી શહેરમાં બની છે. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અહીં બજારમાં ફ્રુટ ખરીદી રહેલી મહિલાના બેગમાંથી બે યુવતી હોય આંખના પલકારમાં પર્સની ચોરી કરી હતી.
આ પર્સની અંદર 22 હજાર રૂપિયા રોકડા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, કડીના ગોવિંદપુરા ગામની મહિલા તેના સંબંધી કલોલ ખાતે હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી તેમને પૈસા આપવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ રસ્તામાં કડીની બજારમાં ફ્રુટની ખરીદી કરવા માટે ઉભા રહે છે. તેઓ ફ્રુટ ખરીદી રહ્યા હોય છે, ત્યારે બે યુવતીઓ પાછળ આવે છે અને ફ્રુટ ખરીદી રહેલી મહિલાની નજર ચૂકવીને તેના બેગમાંથી પર્સ ચોરી લે છે. અને ત્યારબાદ ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ જાય છે.
જ્યારે મહિલા ફ્રુટ લઈને પૈસા આપવા માટે બેગમાં પર્સની તપાસ કરે છે ત્યારે પર્સ મળતું નથી. ત્યારબાદ મહિલા આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરે છે. ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો તાત્કાલિક કડી દોડી આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. ત્યારે ખબર પડી કે બે યુવકોએ મહિલાના બેગમાંથી પર્સની ચોરી કરી છે. કડી શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને કડી શહેરની ઓળખ હવે મીની યુપી તરીકે થવા લાગી છે.
5 સેકંડમાં બે મહિલાઓએ ફૂડ ખરીદી રહેલી મહિલાના બેગમાંથી પર્સ ચોરી લીધું, પર્સમાં 22 હજાર રૂપિયા રોકડા હતા – જુઓ ચોરીનો લાઈવ વિડિયો pic.twitter.com/KRWxKwiGv3
— GUJJU ROCKZ (@gujju_rockz) June 26, 2022
વધતી જતી ચોરી અને લૂંટની ઘટના જોતાં હવે એવું લાગી રહ્યું છે કે હવે લુટેરા અને ચોરોને પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે પણ બજારમાં વસ્તુ ખરીદવા જાવ તો તમારા કીમતી સામાનનું જરૂર ધ્યાન રાખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment