સમગ્ર દેશભરમાં વિવિધ રાજ્ય સહિત ગુજરાતમાં પણ કોરોના નો હાહાકાર જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્ય સરકારે કોરોના ની બીજી લહેર જોતા પરીક્ષાના સમય અંગે ફેરફાર કર્યો છે. જેના કારણે ગુજરાતમાં પણ આવું થશે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિચારી રહ્યા હતા.
તેની વચ્ચે એવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા બોર્ડની પરીક્ષા યોગ્ય સમયસર લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રૂપાણી સરકાર દ્વારા આ જાહેરાત કરતા તમામ અટકળોનો અંત આવ્યો છે.
તેઓએ કહ્યું છે કે, ગુજરાત બોર્ડની પરીક્ષા નિયમ સમય અને નિયત તારીખે જાહેર કર્યા અનુસાર બોર્ડની પરીક્ષા આવતા મહિને જ લેવામાં આવશે.
રાજ્યમાં કોરોના ની સ્થિતિ દિન પ્રતિદિન વધતી જાય છે. એમાં પણ બે-ત્રણ દિવસમાં પૂર્ણ આનો આંકડો 5000 ને વટાવી ગયો છે. ગઈકાલે તો આંકડો સીધો 6000 ને પાર થઈ ગયો છે.
કોરોના કાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. કોરોના હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમજંશ જોવા મળી હતી તે મુખ્યમંત્રી દૂર કરી છે.રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ અગાઉ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકો પણ અસમંજસ સ્થિતિમાં મુકાયા હતા.
અગાઉ સરકારે ઓનલાઇન શિક્ષણ અંગે જાહેરાત કર્યા બાદ તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે જેની વચ્ચે મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા આગળ ઠેલવવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment