મહારાષ્ટ્ર થી કોરોના ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, શું હવે મહારાષ્ટ્ર માં ટળી શકે છે લોકડાઉન ?

Published on: 9:14 am, Tue, 13 April 21

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક માં 51,751 કેસ નોંધાયા છે અને આની સાથે જ સંક્રમણનો કુલ આંક વધીને 34,58,996 થયો છે. મૃત્યુઆંક માં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 258 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58,245 લોકો વાઇરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

રાજ્યમાં સક્રિય કેસની સંખ્યામાં પણ નજીવો ઘટાડો થયો છે. સોમવારે રાજ્યમાં 52,313 લોકોની રિકવરી થઈ હતી અને અત્યાર સુધી ફૂલ 28,34,473 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ની વાત કરીએ તો 5,64,746 છે.

મહારાષ્ટ્રમાંથી રાહતના મોટા સમાચાર આવ્યા છે કે ગઈકાલે કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ તેની સાથે જ એક મોટી વાત બીજી એ છે કે લહેર માં પહેલી વાર સક્રિય કેસોમાં ઘટાડો થયો છેે

. કેમકે 24 કલાક માં મળેલા કેસો કરતા સાજા થનારા લોકોની સંખ્યા વધુ છે. કોરોના કેસ માં ઘટાડો એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં કોઈપણ સમયે લોકડાઉન જાહેર થવાની સંભાવના છે.

માનવામાં આવી રહ્યું છે કે, કોરોના કેસોમાં ઘટાડાની અસર માં વી લોકડાઉન ની અસર હોય શકે છે, મહત્વનું છે કે શુક્રવારે સાંજ થી સોમવાર સવાર સુધી રાજ્યમાં કડક લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોના ના વધતા જતા પ્રકોપ વચ્ચે લોકડાઉન નો ખતરો તોળાઈ રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર ના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્યમંત્રીને મળ્યા બાદ પ્રેસ કાઉન્સિલને કહ્યું હતું.

કે મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાને ધ્યાન રાખી ને ટૂંક સમયમાં લગાવશે અને તેની તૈયારી હજુ ચાલુ છે. લોકડાઉન અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકર લેશે.

ગરીબો લોકડાઉન માં મુશ્કેલીનો સામનો ન કરે તે માટે સરકાર પણ પગલાં લઈ રહી છે. રાજેશ ટોપે એ કહ્યુ છે કે 10 અને 12 ની પરિક્ષાઓ હાલ મુલતવી રાખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહારાષ્ટ્ર થી કોરોના ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, શું હવે મહારાષ્ટ્ર માં ટળી શકે છે લોકડાઉન ?"

Leave a comment

Your email address will not be published.


*