થોડા સમય પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દી ને માર મારવા ની ઘટના સામે આવી હતી ત્યારબાદ તે દર્દી નું દુઃખદ અવસાન થયું હતું. ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ 116 જાહેર અગત્યની બાબત ગૃહ ના સભ્ય પુંજાભાઈ વંશ દ્વારા ઉઠાવવામાં આવેલા જેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિગતવાર જવાબ આપ્યો હતો.રાજકોટ સિવિલમાં દર્દીઓને મારવાનો વિડીયો વાયરલ થયેલ હતો જેમાં હકીકત દર્દી પ્રભાકરન પાટી ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યાં તેમનો કોરોના પોઝિટિવ આવતા તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીને માનસિક બીમારી ઉપાડતા તેની બાજુની બેઠકમાં સારવાર લઈ રહેલા દર્દી અને સ્ટાફ પર હુમલો કર્યા બાદ પોતાના કપડાં કાઢીને બિનજરૂરી બોલાયેલા વારંવાર બારી પર ચડી જવું. પેશાબની નળીઓનો ખેંચી કાઢવા આ દર્દીને કાબૂમાં રાખવા નર્સ, સ્ટાફ અને સિક્યુરિટી એ કાબૂમાં લેવાની ફરજ પડી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વિશે જણાવતા કહ્યું કે, દર્દીને કંટ્રોલ લેવા માટે આ બધા પગલા ભરવામાં આવ્યા હતા. બધા રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય ના કર્મચારીઓને બદનામ કરવામાં આવે છે. વિધાનસભા ગૃહમાં થી પણ કેટલાક મિત્રો વેલમાં બેસે તો તેને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવે છે.
બીજા દર્દી, હોસ્પિટલના હિતમાં કર્મચારી દ્વારા લેવામાં આવેલા તમામ પગલા યોગ્ય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment