ગુજરાત રાજ્યમાં સરકારના શાળા ખોલવાના નિવેદનને લઇને ડોક્ટર જગતમાં ચિંતામાં જોવા મળી રહ્યું છે કારણકે બાળકો કોરોના વાહક નું કામ કરી શકે તેમ છે.કોરોના માર્ગદર્શિકા નું પાલન બાળકો જોડે કરાવવું અઘરું છે.ગુજરાત સરકાર દ્વારા 23 નવેમ્બર શાળા અને કોલેજો શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે AMA એ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, બાળકો સ્કૂલમાં સામાજિક અંતર નહીં રાખી શકે.
હાલનીસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ સ્કુલમાં ન જોવું જોઈએ અને જો બાળક સ્કૂલમાં થી ઘરે જઈએ ને માતાને ભેટશે એટલે સંક્રમણ ફેલાવાની વધુ શક્યતા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે બાળકો સરકારની માર્ગદર્શિકા નું પાલન કરે કે નહિ એ પણ એક મહત્વનો પ્રશ્ન છે.રાજ્યના શિક્ષણ વિભાગે શાળા-કોલેજો ચાલુ કરવાને લઈને નિવેદન આપતા કહ્યું કે.
શાળા કોલેજ ખોલવા ને લઈને ગુજરાત પ્રથમ રાજ્ય નથી, અનેક રાજયોએ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.તેમને વધારે માં કહ્યું કે સાત રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં જ શાળાઓ ખોલી નાખવામાં આવી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું.
કે રાજ્ય સરકારની બાળકની સલામતી સંદર્ભે કોઈ પણ બાંધછોડ નહીં કરે. સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી નથી અને બાળકની જવાબદારી માટે સરકાર,શાળા અને વાલી જવાબદાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment