હાર્દિક પટેલે રામ મંદિર મુદ્દે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ગુજરાત ના જૂનાગઢ જિલ્લામાં પ્રવેશબંધી ને લઇ આ હિન્દુ સંસ્થાએ કરી માંગ!જાણો

271

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા રામમંદિર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલને જૂનાગઢમાં પ્રવેશબંધી કરવા માંગ કરવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.જુનાગઢ હાર્દિક પટેલના વિવાદાસ્પદ નિવેદન ના કારણો વિશ્વ હિન્દુ પરિષદ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે.

હાર્દિક પટેલ દ્વારા મંદિર બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે અને તેને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે. જે રામ ના નથી તે સનાતન ધર્મ ના નથી, રાજકીય મંચ પરથી ભગવાન રામ મંદિર વિશે કરેલી ટિપ્પણી અતિ નીચલા સ્તરની હતી.ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે કહ્યું હતું કે, ચોરે કોઈ જાલાર વગાડવા નથી જતું ને રામ મંદિરના દર્શને કોણ હશે.

તે વિવાદાસ્પદ હાર્દિક પટેલના વિધાન સામે જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ આક્રોશ વ્યક્ત કરે છે.જ્યાં સુધી કરોડો હિન્દુઓની માફી નહીં માંગે ત્યાં સુધી જૂનાગઢનો પ્રવેશ બંધીને માંગ સમગ્ર હિન્દુ સમાજ તરફથી કરવામાં આવી છે.

હાર્દિક પટેલ જુનાગઢ પ્રવેશે ત્યારે ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામજી મંદિર દર્શન કરવા જાય ત્યાં માથું ટેકવી કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી માગે એવી અમારી માંગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!