કોરોના મહામારી ના લીધે પ્રાથમિક અને માધ્યમિક ધોરણોમાં શાળાઓ શરૂ થઇ શકી નથી અને ક્યારે શરૂ થશે તે પણ હજી નક્કી નથી. આ પરિસ્થિતિ વચ્ચે માસ પ્રમોશનને લઈને ઉઠેલી માંગ વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતાં સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે શાળાઓમાં માત્ર પ્રમોશનને લઈને રાજ્ય સરકારની હાલમાં કોઈ પણ પ્રકારની વિચારણા નથી.
રાજ્ય સરકાર 23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક ધોરણ ની શાળાઓ શરૂ કરવા જાહેરાત કર્યા બાદ દિવાળી પછી ગુજરાતમાં કોરોના ના કેસો વધતાં સરકારે શાળા ચાલુ કરવાનો નિર્ણય પડતો મૂક્યો હતો.કોરોનાવાયરસ ના વધતા કેસો વચ્ચે હવે શાળાઓ ક્યારે ખુલશે તે પણ નક્કી નથી અને.
ખાસ કરીને ચાલુ શાળાકીય વર્ષના અંત સુધી પ્રાથમિક શાળા ખોલે તેવી કોઈ શક્યતા નથી.તેના કારણે વાલી મંડળ માસ પ્રમોશન આપવા અથવા ઝીરો યર જાહેર કરવા માંગ કરી હતી માસ પ્રમોશન આપવાની વિચારણા.
અને લઈને વહેતી થયેલી.ચર્ચા અને અફવા વચ્ચે સરકારે સ્પષ્ટ જણાવ્યું કે માસ પ્રમોશન ના વહેતા થયેલા સમાચાર પાયાવિહોણા છે અને સરકાર આવી કોઇ વિચારણા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment