ગાંધીનગરમાં આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ અને આરોગ્ય કમિશનર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજ્યમાં કોરોના ની વેક્સિન અંગે તેમને વિશેષ માહિતી આપી હતી.હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે રસીકરણની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જયંતિ રવિ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે રસીકરણ માટે કોઈ ડર રાખવાની જરૂર નથી.
રસીકરણ માં બધાનો સહકાર જોઈએ અને રસી ના બે ડોઝ આપવામાં આવશે. બે અઠવાડિયા અંતરે ડોઝ આપવામાં આવશે.જયંતિ રવિએ જણાવ્યું કે, રસીકરણ માટે તાસ્ક ફોર્સની રચના કરાઈ છે. વેક્સિનેશન માટે તજજ્ઞની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ઇમ્યુંનોલોજિસ્ત સપણ પંડ્યા, ચાઇલ્ડ હેલ્પ ફોઉન્ડશન ના.
નવીન ઠક્કર, જામનગર જી.જી કોલેજના પ્રોફેસર ભદ્રેશ વ્યાસ ની નિમણૂક કરાઇ છે. એક કરોડ વેક્સિન ના ડોઝ સ્ટોર કરવાની સુવિધા છે.ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રથમ રસી મેળવનારાઓ ડેટા તૈયાર કરી લેવામાં આવ્યો છે.
જાન્યુઆરીમાં ભારતમાં જાહેર રસીકરણનો કાર્યક્રમ શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment