નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાત અને અમદાવાદમાં વિકેન્દ કરફ્યુ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ખરાબ બની રહી છે ત્યારે એક પછી એક માર્ગદર્શિકા અનુસાર લોકડાઉન જેવી સ્થિતિ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં કોરોના ની સ્થિતિ ને કારણે વિકેન્દ લોકડાઉન આવશે એ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેટલીક મહત્વની વાતો જણાવી હતી.
નીતિન પટેલે અમદાવાદમાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, હાલમાં શાળા-કોલેજો બંધ છે અને વળી નાઈટ કરફ્યુ પણ છે એટલે હાલ વીકેન્દ કરફ્યુ નું કોઈ આયોજન નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે.
હવે રેમડેસિવર ઇન્જેક્શન લઇને દર્દી ઘરે જઈ શકશે.દર્દીએ દાખલ નહિ રહેવું પડે.1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈ ને ઘરે જઈ શકશે. કોમ્યુનિટી હોલમાં ઇન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશ.
નર્સિંગ હોમ માં ઇન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે.જેથી હોસ્પિટલ માં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે.
ગુજરાત માં સૌથી વધારે સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા રાજ્યની રૂપાણી સરકારે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક ગઈકાલે બેઠક બોલાવી હતી. આ બેઠકોમાં અધિકારીઓ પાસે કોરોના ની કામગીરી અંગે માહિતી પણ મેળવી હતી.
તેઓએ સુરતમાં કોરોના અંગેની કામગીરી ઝડપી કરવા નિર્દેશ કર્યો હતો.2500 રેમડેસવિર ઇન્જેક્શન નો જથ્થો સુરત મોકલવામાં આવશે.નર્સિંગ હોમ માં કોરોના સારવાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment