રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ દિવાળી પછી વધ્યા છે. કોરોના નો કેસ વધતા રાજ્યની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યા હતો. આ ઉપરાંત નિયમોનું પણ કડક અમલીકરણ કરવામાં આવ્યો હતો.દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળ્યા હોવાના કારણે અને સગા-સંબંધીઓ ને મળ્યા હોવાના કારણે કોરોના સંક્રમણ માં વધારો થયો હતો. હવે રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નિવેદન આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, કોરોના સંક્રમણ દિવાળી પછી જે વઘ્યું હતું તે બાબતે હું યાદ કરાવું કે હું અને મારા સિનિયર અધિકારીઓ બેસતા વર્ષના દિવસે સિવિલ હોસ્પિટલ ગયા હતા.બેસતા વર્ષના દિવસે સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર સ્થિતિ થઈ હતી કે દર્દીઓ ખૂબ વધારે આવતા હતા.
આ દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલમાં પથારી ઓછી પડે તેવી શક્યતા થઈ ગઈ હતી. બીજી હોસ્પિટલમાં પણ ઉમેરવી તે બાબતે કામગીરી કરવામાં આવી હતી.અત્યારે ભલે અમે તૈયારી કરીએ પણ અમને વિશ્વાસ છે.
તે પ્રમાણે હા તહેવારો પૂર્ણ થયા એટલે જે સંક્રમણ વધે છે ઘટી જશે અને હોસ્પિટલ અને જે વ્યવસ્થા કરી છે તે પથારીમાં દર્દી દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ થશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment